ઝોન ૧ પોલીસ ની ઘણી શરમજનક તેમજ શંકાસ્પદ કામગીરી.
અમદાવાદ શહેરના ઝોન ૧ ડીસીપી સાહેબશ્રી ની એલ.સી.બી.બ્રાન્ચ નાં પોલીસ અધિકારીઓ ની અને પીએસઆઈ ગઢવી ની ટીમની શંકાસ્પદ અને શરમજનક કામગીરી જોવા મલી રહેલ છે.
તાજેતરમાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા.રાણીપ.સાબરમત.ચાંદખેડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બનાવો બન્યા હતા.જેના કારણે અમદાવાદ શહેરના ઝોન ૧ ડીસીપી નાં આદેશ મુજબ પીએસઆઈ ગઢવી નાં માર્ગદર્શન હેઠળ ચીખલીગર ગેંગ નાં ત્રણ આરોપીઓ ને સીસી કુટેજ નાં આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.પરંતુ ફરિયાદીઓ ની ફરીયાદ મુજબનો પુરતો મુદ્દામાલ ઝડપી પાડવામાં અસફળતા મેળવેલ છે.
સીસી કુટેજના આધારે તો કોય પણ પોલીસ ડીપાર્ટમેન્ટ નાં પોલીસ કર્મચારીઓ આવાં આરોપીઓ ને ઝડપી શકે.જેમા કોય મોટી સફળતા મેળવેલ નાં કહી શકાય.ખોટી રીતે ડંફાસ અને ખોટાં બણગાં મારી રહ્યા છે.આરોપીઓ ની યોગ્ય તપાસ હાથ ધરવામાં કેમ આવી રહી નથી ?? કેમ ફરીયાદીઓ નો મુદ્દામાલ પુરતાં પ્રમાણમાં જડપી પાડવામાં અસફળતા શું ઝોન ૧ ડીસીપી ટીમની કોય પ્રકારની મીલીભગત ફરીયાદીઓ નો બાકીનો મુદ્દામાલ ક્યાં છે.
અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જે રીતે આરોપીઓ ની યોગ્ય તપાસ કરી રહી છે.તે પ્રકારની તપાસ ઝોન ૧ ની ટીમ કેમ નથી કરી રહ્યા.
ઝોન ૧ ડીસીપી નું કહેવું એમ છે કે આરોપીઓ એવું જણાવી રહ્યા છે કે સોનાના દાગીના નો મુદ્દામાલ ખોટો સમજીને કેનાલ માં નાખી દીધો.શુ આવી વાતો કરે તે યોગ્ય લાગી રહ્યું છે કેમ કેનાલ માં તળવૈયા ને ઉતારીને યોગ્ય તપાસ કરી રહ્યા નથી.સોનાના દાગીના છે કોય લાશ તો નથી કે તરીને આગળ જતી રહે.સત્ય હકીકત તો એ છે કે એક જ આરોપી એ જણાવ્યું હતું કે રુદ્રાક્ષની માળા સોનામાં મઢેલી જે હતી તે રુદ્રાક્ષની માળા ખોટી સમજીને ફેંકી દીધી હતી.. પરંતુ બાકીના સોનાનાં દાગીના ક્યાં છે સોનાની લગડીઓ ને તો ખોટી કોય નાં સમજે ને તો પછી સોનાની લગડીઓ ક્યાં છે સોનાની ચૈનો ક્યાં છે કુલ કેટલો મુદ્દામાલ ચોરી કરેલ હતો ?? જેની સામે કેટલો મુદ્દામાલ ઝડપી પાડેલ છે શું જે મુદ્દામાલ ઝડપેલો બતાવવામાં આવેલ છે શું તે યોગ્ય છે
ઝોન ૧ ડીસીપી શું અમદાવાદ શહેરની જનતાને મુર્ખ કે ડફોળ તો સમજી રહ્યા નથી ને
અમદાવાદ શહેરની જનતા ને સાવધાન રહેવું અને સતર્ક રહેવા માટે એક નમ્ર વિનંતી છે.
અમદાવાદ શહેરની ની જનતા ને માત્ર એટલું જણાવું છું કે હવે નાં આજના સમયમાં પહેલાં જેવાં પોલીસ ડીપાર્ટમેન્ટ માં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ રહ્યા નથી.
બીજેપી સરકાર પાસે હવે પહેલાં જેવાં આશિષ ભાટિયા સાહેબશ્રી.સતિષ શર્મા સાહેબશ્રી.એ.કે.સિંગ સાહેબશ્રી .અભય ચૂડાસમા સાહેબશ્રી.ડી.પી.ચૂડસ્મા સાહેબશ્રી.જીતેન્દ્ર યાદવ સાહેબશ્રી.ભાવેશ રોઝીયા સાહેબશ્રી.જે.એમ.ભરવાડ સાહેબશ્રી.એમ.ડી.ચૌધરી સાહેબશ્રી.જેવા મજબૂત ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ અધિકારીઓ અમદાવાદ શહેર માં રહેલ નથી.
જેના કારણે હવે નાં સમય માં ફરીયાદીઓ ને તેમનો ચોરી થયેલ મુદ્દામાલ પરત મલવો મુશ્કેલ બની રહે તેમ લાગી રહ્યું છે.અને જે ઝોન ૧ ડીસીપી ની ટીમના પોલીસ કર્મચારીઓ જે છે આવી પોલીસ ઉપર કોય મોટી આશાઓ રાખવી નહીં..જે ચોરી નાં આરોપીઓ ને તો ઝડપે પરંતુ ફરીયાદીઓ નો મુદ્દામાલ નાં ઝડપી શકે તેનુ શું
અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ભારત દેશમાં થી છુપાઈ ને રહેલ આરોપીઓ ને પુરતાં મુદ્દામાલ સાથે કબજે કરી ને ઝડપી પાડવામાં સફળતા મેળવે