ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયા અને નડિયાદ વિભાગ ના ડીવાયએસપી વિમલ બાજપાઈ દ્વારા રાજકીય દબાવ માં ફરજ બજાવતા સામાન્યજન ને ન્યાય તો દૂર ઉપર થી હેરાન પરેશાન થવું પડે તેવી પરિસ્થિતિ નો નિર્માણ ઉભો થયેલ છે !
જિલ્લા ના લીંબાસી માં માલવાડા ચોકડી પર રહેતા જીગ્નેશ કુમાર રાજેન્દ્રભાઇ ઠક્કર ની રાઈસ મીલ માં મહેતાજી ઇનાયત નસીબમીંયા કુરેશી વર્ષો થી
મિલ માં કામ કરી વ્યવહારો
સંભાળતા હોઈ મિલ ના માલિક ને મહેતાજી પર વિશ્વાસ હોઈ સહીઓ વાળી કોરી ચેક બુક આપી પાવર
ઓફ એટર્ની પણ કરી આપેલ !પરંતુ ખુદ મહેતાજી
ઇનાયત કુરેશીએ નાવ્યા ટ્રેડિંગ ના માલિક હાર્દિક પટેલ સાથે મળી લાખ્ખો ની ઉચાપત કરતા મીલ માલિક દ્વારા આ બંને સામે લીંબાસી પોલીસ મથક માં તારીખ ૧૪.૦૨.૨૦૨૫ ના રોજ એફઆઈઆર રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ !
જો કે,સમગ્ર બાબત માં
આરોપી ઇનાયત ને માતર વિસ્તાર ના ભાજપ ના આગેવાન ચંદ્રેશભાઇ પટેલ બચાવતા હોઈ અને લીંબાસી પોલીસ ડીવાયએસપી વિમલ બાજપાઈ ના દબાણ થી તપાસ કાર્યવાહી ના કરતી હોવાની ફરિયાદી ની રજુઆત બાદ એલસીબી ને તપાસ સોંપ્યા બાદ પણ ઇનાયત સામે રાજકીય દબાણવશ કાર્યવાહી ના થતી હોવાની ફરિયાદ મીલ માલિકે કરી છે !
ડીજીપી ને કરેલ ફરિયાદ માં મિલ માલિક જીગ્નેશ ઠક્કરે જણાવેલ છે કે ચંદ્રેશભાઇ પટેલ બે વર્ષ પહેલા તેમના મિત્ર હતા અને હાલ બીજેપી માતર ના આગેવાન છે અને જે- તે સમયે ચંદ્રેશભાઇ ની પોતાની રાઈસ મીલ બેન્ક હરાજી માં થી પાછી લાવવા તેઓએ બજાર માં થી દેવું કરી ને એક કરોડ ૨૦ લાખ ચંદ્રેશભાઇ ના બેન્ક એકાઉન્ટ અને થોડા રોકડા આપી ને મદદ કરેલ !આ
રક્મ ના બદલા માં ચંદ્રેશ પટેલે ૮ ગુંઠા જગ્યા નો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા જીગ્નેશ ઠક્કર દ્વારા તેમના વિશ્વાસુ આ જ ઇનાયતમિયા કે જે હાલ ઉચાપત ના આરોપી છે તેમના નામે દસ્તાવેજ કરાવેલ અને જયારે ચંદ્રેશભાઇ રકમ પરત આપે ત્યારે તેમને જમીન પરત આપવાનું નક્કી થયેલ !
આ દરમ્યાન જીગ્નેશ ઠક્કર ની મિલ માં ઇનાયતમિયાએ લાખ્ખો ની ઉચાપત કરતા તેમને લીંબાસી પોલીસ મથકે ઇનાયતમિયા અને નાવ્યા ટ્રેડિંગ ના હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવેલ !
ઇનાયતમિયા ના કરતૂતો બહાર આવતા અને તેમની સામે એફઆઈઆર થતા તેમાં બચવા માટે ચંદ્રેશ પટેલ ના રાજકીય શરણે જઈ અને જીગ્નેશ ઠક્કર ને રૂપિયા પરત આપ્યા વગર જ જમીન નો પરત દસ્તાવેજ ચંદ્રેશ પટેલ ને કરી આપવાનું લાલચ ઇનાયતમિયાએ આપતા ચંદ્રેશ પટેલ ને જીગ્નેશ ઠક્કર ને રૂપિયા પરત આપ્યા વગર જ દસ્તાવેજ
પરત કરાવાનું હોઈ અને ઇનાયતમિયા ને જીગ્નેશ ઠક્કરે કરેલ ઉચાપત ની ફરિયાદ માં બચવાનું હોઈ તક જોઈ બંને એક થતા તે બાદ સત્તા ના જોરે ભ્રષ્ટ ડીવાયએસપી બાજપાઈ ની મેલી મથરાવટી થકી ઠક્કર પરિવાર ને રંજાડવાનું ધંધો શરુ કરેલ !
તે બાદ ચંદ્રેશ પટેલ દ્વારા જીગ્નેશ ઠક્કર પર તારીખ ૨૫.૦૨.૨૦૨૫ અને બીજા દિવસે એટલે કે તારીખ ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ ઉપરાઉપરી એફઆઈઆર કરવામાં આવેલ જેમાં પ્રથમ એફઆઈઆર માં ચંદ્રેશ પટેલ પોતે ફરિયાદી છે અને બીજી એફઆઈઆર માં તેમના ભાભી ફાલ્ગુનીબેન ઉમેશ કુમાર પટેલ ફરિયાદી છે !કે જેમના પતિ અને ચંદ્રેશભાઇ ના ભાઈ ઉમેશભાઈ કનુભાઈ પટેલે જમીન નો રજીસ્ટર દસ્તાવેજ થી જીગ્નેશ ઠક્કર ના વિશ્વાસુ ઇનાયતમિયા ને કરી આપેલ !જે ગામ નમૂનો નંબર ૬(હક પત્રક) માં નોંધ નંબર ૮૦૫૧ નોંધ તારીખ ૨૨.૦૫.૨૦૨૩ અને ફેરફાર નો પ્રકાર વેચાણ પ્રમાણિત થયેલ છે !
નોંધવું રહ્યું કે જિલ્લા માં મહાભ્રષ્ટ ડીએસપી રાજેશ ગઢિયા અને ખોટો કરવા ટેવાયેલા બેજવાબદાર ડીવાયએસપી વિમલ કુમાર રૂપનારાયણ બાજપાઈ ના રાજ માં ફરિયાદી ને આરોપી અને આરોપી ને ફરિયાદી બનાવવાના ખેલ ઘણા સમય થી ચાલી રહ્યા છે પણ રાજકીય ખુશામતિ કરતા આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ને છાવરવામાં આવતા સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે !
ઉલ્લેખનીય છે કે ઠક્કર પરિવાર આવી રંજાડ થી ત્રાહિત બનતા જીગ્નેશ ઠક્કર ના પત્ની નિશાબેન દ્વારા ખેડા એસપી રાજેશ ગઢિયા ને તેમના પતિ પર ડીવાયએસપી બાજપાઈ ના દબાવ થી ખોટી ફરિયાદો ઉભી કરવામાં આવી હોવાની રજુઆત કરતા આખા ગામ નો ખોટો ચલાવતા ભ્રષ્ટ એસપી રાજેશ ગઢિયા દ્વારા જણાવવામાં આવે છે કે ફરિયાદી ફરિયાદ કરવા આવે ને તો ફરિયાદી ને ના ના પાડી શકે પોલીસ !અને પોલીસ તપાસ કરશે અને તેમાં પુરાવા મળશે તો ચાર્જશીટ કરશે અને પુરાવા નહિ મળે તો ફાઇનલ ભરશે !
ત્યારે ખુદ ઠક્કર પરિવાર ની ઈનાયતમિયા સામે ફરિયાદ લેવવા ધક્કા ખવડાવતી પોલીસે ૪ દિવસ બાદ ફરિયાદ નોંધી હોવાની રજુઆત નિશાબેન દ્વારા કરાતા ભ્રષ્ટ એસપી રાજેશ ગઢિયા ટ્રેક બદલતા તેમની કથની અને કરની માં ફેર છે જ તે સ્પષ્ટ થઇ રહ્યું છે !
વાજપાઇ(વી.આર) એક દુષણ છે સમાજ માટે અને
પોલીસ ખાતા માટે એક દાગ સમાન છે !તેવું ફરિયાદી નો બળાપા સાથે
ની વિગતવાર ફરિયાદ પણ નીચે વાંચી શકાય છે
જો કે,હાલ સમગ્ર બાબતે તપાસ ચાલુ છે