બોટાદ જિલ્લાના સતવારા સમાજના PGVCL-GETCOમાં નોકરી કરતાં કર્મચારીઓ અને અધિકારીશ્રીઓનો સહ-પરિવાર દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ:૧૫/૦૬/૨૦૨૫ ને રવિવારનાં રોજ સાંજના ૪:૦૦ કલાકે સતવારા બોર્ડિંગ,હવેલી ચોક, બોટાદ મુકામે યોજવામાં આવ્યો. સતવારા સમાજ બોટાદનાં પ્રમુખ અને બોટાદ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ શ્રી મહાસુખભાઈ ઉજમશીભાઈ કણઝરિયા, સતવારા બોર્ડિંગ,બોટાદનાં પ્રમુખ અને ટ્રસ્ટના ખજાનચી શ્રી કરમશીભાઈ ભવાનભાઈ ચાવડા,સમાજના ઉપ-પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લવજીભાઈ પરમાર,બોટાદ સતવારા સમાજના મંત્રી શ્રી ગિરધરભાઈ ગોપાળભાઈ યાદવ, સમાજના ટ્રસ્ટીશ્રી ઈશ્વરભાઈ કેશુભાઈ પરમાર,બોટાદનાં વતની અને હાલ ભાવનગર ખાતે ક્લાસ-૨ વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં શ્રી ગણપતભાઈ નટવરલાલ જાદવ, ડેપ્યુટી એન્જીનિયર શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા જુનિયર એન્જીનીયર શ્રી હરેશભાઈ પરમારની ખાસ વિશેષ ઉપસ્થતિમાં યોજવામાં આવેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં બોટાદ જિલ્લાનાં સતવારા સમાજના PGVCL-GETCO માં ફરજ બજાવતાં ૭૫ જેટલાં કર્મચારીઓએ સહ-પરિવાર હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂઆત કરી અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યું પામેલ દિવંગત આત્માને શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
ઘનશ્યામભાઈ પરમાર,મહાસુખભાઈ કણઝરીયા,ગણપતભાઈ જાદવ,હરેશભાઈ પરમાર વગેરે મહાનુભાવોએ સમાજના વિકાસ,અને ઉત્કર્ષ અંગે માર્ગદર્શન તેમજ વીજ લાઈન પર કામ કરતા કર્મચારીઓને વીજ સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અતુલભાઈ વાઘેલાએ આઈસક્રીમની લહેજત માણતા માણતાં પોતાના મધુર સ્વરથી ગાયેલા ગીતો દ્વારા સુમધુર અને આનંદિત વાતવરણનું નિર્માણ કર્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ જાંબુકીયા તથા નિતેશભાઈ કણઝરીયા એ તેમજ આભારવિધી જયેશભાઈ કણઝરીયા દ્વારા કરવામા આવેલ.કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ સૌએ સ્વ રૂચિ ભોજનનો સમૂહમાં રસાસ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા મયુરભાઈ ડાભી, ગીરીશભાઈ સોનગરા, મહેન્દ્રભાઈ મકવાણા, અનિલભાઈ ચૌહાણ, ચેતનભાઇ ચૌહાણ, વિપુલભાઈ ધારીયા પરમાર, ભાવેશભાઈ ચાવડા, ચંદુભાઈ ચાવડા અને ધર્મેશભાઈ સાંકળિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી નિલેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી. દરેક કર્મચારી મિત્રોને મોમેન્ટો આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. દરેકનાં સંપૂર્ણ સહકારથી આ સુંદર અને સફળ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.