સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ આઠથી વધુ ટીમો દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પાડયા હતા. બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ,
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. ઇડીની આ કાર્યવાહીઓ સતત બે દિવસથી ચાલી રહી છે પરંતુ આ એજન્સીએ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જ વિગતો જાહેર કરી ન હોય, અધિકારી વર્ગમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
કલેક્ટરના ઘરેથી ૧૦૦ ફાઇલ જપ્ત કરાઇ હતી સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સહિત ચાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો
જમીન એનએ કૌભાંડમાં ઈડીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી, નાયબ મામલતદારના ઘરેથી રૂ.૬૭.૫૦ લાખની રોકડ મળી
ઈ.ડી.ની અલગ અલગ ૮થી વધુ | ટીમો દ્વારા મંગળવારે સવારે જિલ્લા કલેક્ટર કચેરી પાછળ આવેલા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાર નિવાસ સ્થાન સહિત વઢવાણ ખાતે
રહેતા અને જિલ્લા કલેકટર કચેરીમાં જમીનસંપાદનવિભાગમાં ફરજબજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, રતનપર સોમનાથ ચોકમાં રહેતા વકીલ ચેતન કણઝરીયા
અને લખતર રહેતા કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા સહિત અન્ય સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમો દ્વારા ૨૨થી ૨૫ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) ડો.રાજેન્દ્રકુમાર પટેલ - જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર
(૨) ચંદ્રસિંહ મૌરી - નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર (૩) જયરાજસિંહ ઝાલા - પી.એ., જિલ્લા કલેક્ટર
(૪) મયુરસિંહ ગોહિલ - કલાર્ક, કલેક્ટર કચેરી
નાયબ મામલતદાર વિરૂદ્ધ ખંડણીની રજૂઆત થઇ હતી
જેમાં વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે સર્ચ ઓપરેશન બાદ રોકડ રૂ.૬૭.૫૦ લાખ અને અમુક ફાઈલો કબજે કરી બુધવારે વહેલી સવારે ઘરપકડ કરી. અમદાવાદ વિશેષ કોર્ટમાં રજૂકરી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે ૦૧ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસ સ્થાનેથી પણ ૨૦ કલાકના સર્ચ ઓપરેશન બાદ અંદાજે ૧૦૦થી વધુ મહત્વની ફાઈલો કબજે કરી હતી.
આ મામલે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલનો સંપર્ક કરતા મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ સમગ્ર મામલે મૌખિક જાણકારી આપી હતી કે અગાઉ નાયબ| મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે જમીન બાબતે ખંડણીની ટેલિફોનીક રજૂઆત મળી હતી અને જે રજૂઆત બાદ તેમના દ્વારા જમીન સંપાદનને લગતા નાયબ મામલતદાર સહિતના સ્ટાફની અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવતા ઈ.ડી. રેઇડ કરવામાં આવી હોઈ શકે તેમ જણાવ્યું હતું.
પીએમ કાર્યાલયમાં રજૂઆત બાદ ઈ.ડી.એ દરોડા પાડ્યાનું અનુમાન સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીઓ મોટાં પ્રોજેક્ટ ધરાવે છે. અને, સ્વાભાવિક રીતે જ આ તમામ પ્રોજેક્ટ માટે જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં મોટાં સ્તર પર જમીન સંપાદન પ્રક્રિયાઓ આ વિસ્તારમાં જમીન સંપાદન સહિત જમીનને લગતા કૌભાંડ અંગે કાલે 9:13 ઉકેલ નહીં આવતા પીએમઓ કાયાલય કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષા તેમજ તકેદારી સમિતિ સમક્ષ રજૂઆતો કરી હતી અને તેના ભાગરૂપે ઈ.ડી.ની ટીમો દ્વારા દરોડા પાડયા હતા અને સુરેન્દ્રનગર મા સવથી મોટુ આ ભ્રષ્ટાચાર પકડવા આવ્યો હતો
આ ઉપરાંત લખતર ખાતે રહેતા અને જિલ્લા કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલાના નિવાસ સ્થાને બુધવારે સાંજસુધીઈ.ડી.નીટીમ સાડા છ વાગ્યે સર્ચ ઓપરેશન પુરુ કર્યું હતું. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે અધિકારી દ્વારા ૦૪ સામે ફરિયાદ નોંધાવી છે. કલેક્ટર ડો. રાજેન્દ્રએમ.પટેલ આ અગાઉસુરત મ્યુનિસિપલટી કમિશનર હતાં. ગય ફેબ્રુઆરી મહિનામાં કલેક્ટર તરીકે અહીં સુરેન્દ્રનગરમાં તેમનું પ્રથમ વખત મુકાયા હતા અને હવે ઇ ડી દ્વારા સુરત મ્યુનિસિપાલટી તરીકે જે ફરજ બજાવતા હતા ત્યા પણ તપાસ નો દોર પહોંચ્યો છે આવા પદભ્રષ્ટ અધિકારી ઓને તો તેની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવે તો બીજા કર્મીઓ મા સુધારો આવે