તપાસનાં મુખ્ય મુદ્દાઓ
(૧) રાધનપુર જેવા છેવાડાના વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં 2012 થી 2016 દરમિયાન લગભગ *24,000* (ચોવીસ હજાર) ડિલિવરી થઈ છે..... પાંચ વર્ષમાં આટલી ડિલિવરી શક્ય છે?
(૨) રાધનપુર વિસ્તારમાં આવેલી કુલ સાત હોસ્પિટલોને ચિરંજીવી યોજના હેઠળ 2012 થી 2016 પાંચ વર્ષમાં ચૂકવવામાં આવેલી કુલ રકમ ₹ 5,27,45,250 (પાંચ કરોડ સત્યાવીસ લાખ પિસ્તાલીસ હજાર બસો પચાસ રૂપિયા) માંથી એકલી આસ્થા હોસ્પિટલને *₹ 3,69,55, 600* (ત્રણ કરોડ ઓગણસીત્તેર લાખ પંચાવન હજાર છસો રૂપિયા) ચૂકવેલ છે.... બાકીની છ હોસ્પિટલને ફક્ત ત્રીસ ટકા અને આસ્થા હોસ્પિટલને સીત્તેર ટકા રકમ આટલો તફાવત?
(૩) આ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી તેમજ બાળકો ગુમ થવાની કેટલી ઘટનાઓ બની તેમજ પોલીસ ફરિયાદો થઈ છે?
આ સમયગાળામાં આસ્થા હોસ્પિટલમાં શ્રી શંકરભાઈ ચૌધરી 33 ટકાની ભાગીદારી ધરાવતા હતાં તેમજ ઉપરોક્ત સમયમાં હોસ્પિટલમાં થયેલી ડિલિવરીઓ દર્શાવતાં જન્મ નોંધણી રજીસ્ટરની નકલો તેમજ ચિરંજીવી યોજના હેઠળ હોસ્પિટલને ફાળવેલ રકમનું પત્રક વિગેરેનાં RTI હેઠળ મેળવેલાં દસ્તાવેજી પુરાવા મારી પાસે છે
Atul Dave - 81609 98177
