Notification texts go here Contact Us Buy Now!
Posts

માઁ ચામુંડા ડુંગર પરિક્રમા તથા ધર્મ સભા સંદર્ભે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત ની આયોજન બેઠક


              દિનાંક ૧૬/૦૩/૨૦૨૫ ને રવિવાર રોજ નવગ્રહ મંદિર, ચોટીલા મુકામે *માઁ ચામુંડા ડુંગર પરિક્રમા તથા ધર્મ સભા*  સંદર્ભે  *ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત* ની વિસ્તૃત આયોજન બેઠક ગોઠવવામાં આવેલ. ઉપર્યુક્ત બેઠક માં *આગામી ૩૦/૦૩/૨૦૨૫, રવિવાર ને ચૈત્ર સુદ એકમ (ચૈત્રી પ્રથમ નોરતું) ને દિવસે વધુમાં વધુ માઈભક્તો ધર્મ સાભા તેમજ ડુંગર પરિક્રમા માં જોડાઈને લાભ લે તે અંગે નું વિગતવાર આયોજન કરવામાં આવેલ. ઉપરોક્ત બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સંયોજક અશોકસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત સહકાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે,  સુરેન્દ્રનગર વિભાગ ધર્મ જાગરણ સમન્વય સંયોજક દીપકભાઈ જાની, ચોટીલા ડુંગર પરિક્રમા ના સંયોજક પૂજ્યશ્રી મનસુખગિરી બાપુ ગોસ્વામી, સહ સંયોજક કિરીટસિંહ રહેવર (મામા) સહ સંયોજક સંદીપભાઈ શાહ તથા મૂર્ધન્ય લોકસાહિત્યકાર માન. શ્રી ગોપાલભાઈ બારોટ ની વિશેષ ઉપસ્થિત માં સંપૂર્ણ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માંથી બહોળી સંખ્યામાં  ધર્મ જાગરણ સમન્વય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  વ્યવસ્થા ના ભાગરૂપે ચોટીલા ડુંગર પરિક્રમા સંત સંપર્ક પ્રમુખ દિનેશભાઈ જોષી, ધર્મ જાગરણ સમન્વય સાયલા વિસ્તાર સંયોજક વિનયભાઈ ચાવડા અને સાયલા વિસ્તાર પરિક્રમા સમિતિ માંથી સામતભાઈ રંગપરા દ્વારા બેઠક ને સફળ બનાવવા સુચારુ રીતે સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. ચોટીલા ડુંગર પર બિરાજમાન સાક્ષાત દેવી માઁ ચામુંડા ના જયઘોષ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ના સનાતની હિંદુ હિત ચિંતક ધર્મપ્રેમી માઈ ભક્તજનો ને સહ પરિવાર ધર્મ સભા તેમજ ડુંગર પરિક્રમા માં જોડાવવા ખુલ્લાં મંચ પર થી આહ્વાન કરવામાં આવેલ, જય માતાજી 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.