ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે.
ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. ૩૫ વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ ૨૬ જૂન ૨૦૨૫ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. નાગજીભાઈ ઉગામેડી ગામે ભાવેશભાઈ વશરામભાઈ કળથીયાના કારખાનામાં કમિશન આધારિત કામ કરતા હતા. કારખાનાના માલિક ભાવેશભાઈ કારીગરોનો પગાર ચૂકવતા ન હતા અને સતત ત્રાસ આપતા હતાં પોલીસે ભાવેશ વશરામ કળથીયા, જયેશ ગોલાણી, દેવકરણ હનુ મારૂ, કાળુ ગોવાળિયા, શૈલેન્દ્રસિંહ ડોડીયા અને પરબતભાઈ વઢેળ સામે આજીવન કારાવાસની જોગવાઈવાળી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ ચાલુ છે. ગઢડા પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૪૯ ૨૫૩૩૩૩
