
બોટાદ જિલ્લાના ગઢડા મામલતદાર ઓફીસ ના ઇ ધરા ના નાયબ મામલતદાર સામે ક્યારે થશે કાયદેસર કાર્યવાહી નાયબ મામલતદાર એ વાવડી ગામના ખાતેદાર અને ગઢાળી ગામ નાં જે જે ગોહિલ ના ભાગીયા ને હેરાન પરેશાન કરવામાં આ અધીકારી એ બાકી રાખ્યું નથી વાત એમ છે કે વાવડી ગામના ખાતેદાર મગનભાઈ કાવાભાઈ પરમારે વાવડી ગ્રામ પંચાયત માં જઇ ને વારસાઈ રજીસ્ટર માથી વારસદારો ના નામો કયા કયા છે તે માટે વાવડી ગામના તલાટી મંત્રી પાસે ગયા હતા ત્યારે તેવો એ કહ્યું કે વારસાઈ રજીસ્ટર તો મામલતદાર કચેરીએ પડ્યું છે તમો ત્યાંથી નકલ મેળવી શકો છો ત્યાથી અમો નાયબ મામલતદાર ઈ ધરા મા આવ્યા અને અમોને વારસાઈ રજીસ્ટર માથી અમારા વારસાઈ માં કોના કોના નામો છે તો જોઈએ છીએ ત્યારે નાયબ મામલતદાર એ વાવડી ગામના તલાટી મંત્રી ને ફોન દ્નારા કયુ કે વારસાઈ રજીસ્ટર કયા છે તો તેવો એ કહ્યું કે વારસાઈ રજીસ્ટર મામલતદાર કચેરીએ છે ત્યાર બાદ આ નાયબ મામલતદાર એ અમોને તમારા ગામ નું વારસાઈ રજીસ્ટર બોટાદ પ્રાંત કચેરી એ પડયુ છે તો તમે ત્યાં થી નકલ મેળવી શકો છો અમો પ્રાંત કચેરી ગયા અને અરજી કરી ને તમને ફોન કરીએ એટલે આવીને નકલ મેળવી લેશો અમોને પ્રાંત કચેરી થી ફોન ન આવતા અમો રુબરુ ગયા ત્યાથી એવું કહેવામાં આવ્યું કે તમારા ગામ નુ વારસાઈ રજીસ્ટર અહીંયા નથી તમો મામલતદાર કચેરીએ તપાસ કરો ત્યારબાદ અમોએ આર ટી આઈ કરી તો વારસાઈ રજીસ્ટર તો નાયબ મામલતદાર પાસે હતું અને અમોને બોટાદ ધક્કો ખવડાવ્યો
ત્યારબાદ ક્ષતી સુધારવા માટે અરજી કરવામા આવી પરંતુ આ નાયબ મામલતદાર રે ક્ષતી સુધારવા માટે અમારી પાસે રુપિયા 5000 ની માંગણી કરી હતી અને અમોએ કામ થશે એટલે આપીશું એમને મામલતદાર શ્રી ને ઉધા ચશ્મા પહેરી ને આ ક્ષતી સુધારવા માટે અરજી ને ફાઇલે કરાવી હતી આ નાયબ મામલતદાર એ અમોને કયું કે હવે તમારે પ્રાંત કચેરી ખાતે ક્ષતી સુધારવા માટે ની અરજી કરો ત્યા તમારા સુધારા થશે
નાયબ મામલતદાર ઉપર માલપરા ગામ સવાણી પટેલ પાસે પણ રુપિયા ની માંગણી કરી હતી તેવો એ પણ સોગંદનામું કરીને કલેકટર કચેરીએ આપ્યું હતું અને ત્યારબાદ ગઢડા બાર એસોએશન દ્નારા પણ આ નાયબ મામલતદાર ભ્રષ્ટાચાર કરે છે તેની માટે સોગંદનામું કરીને કલેકટર કચેરી માં મોકલ્યું હતું આ વ્યક્તિ ઉપર ત્રણ ત્રણ સોગંદનામા થયા પણ આ નાયબ મામલતદાર ની બદલી શામાટે કરવામાં આવતી નથી તેવો ને કર્મચારી ઓ બચાવી રહ્યા છે જો આ કમૅચારી વિરુદ્ધ માં આટલી બધી ફરીયાદ હોય તો તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ જો આ કમૅચારી ને તાત્કાલિક બદલી નહીં કરવા મા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે