Notification texts go here Contact Us Buy Now!
المشاركات

પશુ પાલકો સાથે પોતાનો હકક મેળવવા સાબર ડેરી ખાતે ગયેલ ઇડર તાલુકા ના ઝિંઝવા ગામના અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે

પશુ પાલકો સાથે પોતાનો હક મેળવવા સાબર ડેરી ખાતે ગયેલ ઇડર તાલુકા ના ઝિંઝવા ગામના અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે તેવા દુઃખદ સમાચાર મળ્યા છે . પ્રભુ સદગતના આત્મા ને ચીર શાંતિ આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના .
પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો. ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો છે. સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. ખરેખર તંત્રના લોકોએ સામુહિક ભાવના વ્યક્ત કરનાર સમૂહ સાથે સંયમ રાખી સંવાદ કરવો જોઈએ . બળ પ્રયોગ કરી દેખાવકારોને દબાવી દેવાની સરકારી તંત્રની નીતિ લોકશાહીમાં યોગ્ય નથી . બીજેપીની સરકાર છે અને ડેરીમાં વહીવટ કરતા ૧૬ પૈકી ૧૫ વ્યક્તિ પણ એજ વિચારધારાના છે ત્યારે પશુ પાલકોની વાત સાંભળી તેઓને ડેરીની અંદર બોલાવી સંવાદ કર્યો હોત તો એક વ્યક્તિએ જીવ ના ગુમાવ્યો હોત અને વાતાવરણ  ના ખરાબ થયું હોત .  સરકારે તાત્કાલિક ધોરણે નિયામક મંડલ સાથે પરામર્શ કરી પશુપાલકો ની ન્યાયીક માંગણી સંતોષવા પ્રયત્નો કરવા જોઈએ. મૃતક પરિવારને પૂરતી સહાય આપવી જોઈએ . બળ પ્રયોગ કરનાર અને મૃતક અશોકભાઈ ચૌધરીના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવા જોઈએ.

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.