Notification texts go here Contact Us Buy Now!
Posts

ગુજરાત જી એસ આર ટીસી (એસ ટી) ની ફરીયાદ હવે હોટસ્પોટ પર કરી શકશો

ગુજરાતરાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) પણ હવે અદ્યતન બન્યું છે. બદલાતા જમાના સાથે ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા એસટી નિગમે મોબાઇલ નંબર 99989 53008 ઉપર પેસેન્જર એલર્ટ વોટ્સએપ એપ્લિકેશન શરૂ કરી છે. મોબાઈલ નંબર પર કોઈપણ મુસાફર ગમે ત્યાંથી પોતાની ફરિયાદ કરી શકશે જેને જે તે ડિવિઝનમાં મોકલી આપવામાં આવશે. સુવિધાને કારણે વડોદરામાં રોજિંદા મુસાફરી કરતા અંદાજિત 50 હજારથી વધુ મુસાફરોને તેનો ફાયદો મળશે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મુસાફરોને અસરકારક સુવિધાઓ પૂરી પાડવા માટે ઓનલાઇન પેસેન્જર એલર્ટ વોટ્સએપ એપ્લિકેશન શરૂ કરી છે. એસ.ટી. વિભાગ દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ મોબાઇલ નંબર શરૂ કરાયો છે. જેમને એસ.ટી.ની સુવિધા અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ હશે તેઓ સીધા તેની જાણકારી વોટ્સએપ નંબર પર આપી શકશે. સામાન્ય રીતે ઘણી વખત કેટલાંક રૂટ પર બસોની અનિયમિતતા, કન્ડક્ટર કે ડ્રાઈવરની મુસાફરો સાથેની ગેરવર્તણુંક, એસ.ટી. બસમાં કે પછી ડેપો પરની અસ્વચ્છતા, પોતાનો સામાન બસમાં ભૂલાઈ ગયો હોય વગેરે જેવી ફરિયાદ મોબાઇલ નંબર પર કરી શકાશે. બસ કે ડેપોની સ્વચ્છતા સાથેની ફરિયાદ કરનાર એસટી બસોની સફાઈનો ફોટો પણ અપલોડ કરી શકશે. જોકે, મોકલનારે બસનો નંબર, રૂટ, તથા ડેપોનું નામ દર્શાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, એસટી વિભાગને અદ્યતન બનાવવાના પ્રયાસરૂપે તથા ખાનગી બસો અને રેલવેની હરીફાઈમાં પ્રવાસીઓને સારામાં સારી સુવિધા મળી રહે તથા વિભાગને પણ ફાયદો થાય તે હેતુસર સુવિધા શરૂ કરાઇ છે.

વોટ્સએપ એપ્લિકેશન થકી તંત્ર પણ એલર્ટ રહેશે

^ સુવિધાની લોકો સુધી જાણકારી ઓછી છે. પરંતુ લોકો જાણશે પછી લોકોની વધુ ને વધુ ફરિયાદ મળશે. વિભાગનો ઉદેશ તંત્રને વધુ સુવિધાસભર બનાવવાનો છે. તેને કારણે પણ તંત્ર પણ તેટલું એલર્ટ રહેશે. > એમ.બી.સિસોદિયા, એસ.ટી.ડિવિઝન કંટ્રોલર

કમ્પ્લેઇન બોકસ શાેભાના ગાંિઠયા સમાન બન્યા

ફરિયાદ કરનારને તુરંત કાર્યવાહીનો જવાબ અપાશે

ગુજરાત રાજ્યમાર્ગ પરિવહન નિગમ દ્વારા લોકો ફરિયાદ કરી શકે તે હેતુસર વર્ષો અગાઉ એસ.ટી. ડેપોમાં કમ્પ્લેઇન બોક્સ મૂકાતાં હતા. બોક્સ શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. મોબાઈલનો ઉપયોગ સામાન્ય બન્યો છે ત્યારે સમય બગાડ્યા વિના લોકો કોઈપણ ફરિયાદ સીધા કરી શકશે.

ફરિયાદ કરનારનેતુરંત કાર્યવાહીનો જવાબ તેના મોબાઈલ પર મોકલી અપાશે એમ જણાવતા કંટ્રોલર એમ.બી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, એપ્લીકેશન સેન્ટ્રલાઈ્ઝ્ડ છે જેમાં ફરિયાદ કરનાર ડિવિઝનની જાણકારી આપશે એટલે ફરિયાદ સીધી જે તે ડિવિઝનને ફોરવર્ડ કરી િનવેડો લવાશે.

રેલવે અને ખાનગી બસોની હરીફાઈમાં હવે એસ.ટી. તંત્ર પણ અદ્યતન બન્યું

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.