ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા 'પરખ' (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.
સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.
કારણો
1. શિક્ષકો ને ભણાવવા ને બદલે બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવે છે.
2. એક પેડ મા કે નામ અંતર્ગત શિક્ષકો બાળકોના માતા સાથે ના ફોટા પાડી અપલોડ કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની કામગીરીમાં વ્યસ્ત છે.
3. સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય ફોટા પાડી રજીસ્ટ્રેશનમાં વ્યસ્ત છે.
4. Fwd: વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણ માં વ્યસ્ત.
5. કલા ઉત્સવ તૈયારી માં વ્યસ્ત.
6. બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન માં વ્યસ્ત.
7. ગ્રાન્ટ વપરાશ તેમજ PFMS કરવામાં વ્યસ્ત.
8. રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત નાટકો ગ્રામજનોને જાગૃત કરવા વગેરે જેવી બાબતોમાં વ્યસ્ત.
9. CTS અપડેશન કામગીરી માં વ્યસ્ત.
10. UDISE+ કામગીરી માં વ્યસ્ત.
11. અપાર 🆔 બનાવવામાં વ્યસ્ત.
12. ખેલ મહાકુંભ ની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
13. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ કરવામાં આવ્યા.
14. ટ્વિનિંગ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત.
15. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન તેમજ શહેર એક્ઝિબિશન કાર્યક્રમ કરવામાં વ્યસ્ત.
16. Fwd: વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણ કરવામાં વ્યસ્ત.
17. દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવામાં વ્યસ્ત.
18. તાલુકા લેવલ વિષય ની તાલીમ લેવામાં વ્યસ્ત.
19. સ્વછતા હી સેવા કાર્યક્રમ અમલીકરણ અંતર્ગત વ્યસ્ત.
20. સ્વછતા પખવાડિયું ઉજવવામાં વ્યસ્ત.
21. શિષ્યવૃતિ ની ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી કરવામાં વ્યસ્ત
22. ઓનલાઈન તેમજ ઓફલાઈન હાજરી પૂરવામાં વ્યસ્ત.
23. રોજનીશી, પત્રક A B C એનલાઈન તેમજ ઓફલાઈન એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
24. ત્રિમાસિક કસોટી લઈ પેપર ચેક કરવામાં વ્યસ્ત.
25. એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત 75 રૂપિયામાં તજજ્ઞ ને આમંત્રણ આપી તાસ યોજી 50 રૂપિયાની શૈક્ષણિક કીટ લઈ PFMS કરી UTC હાડકોપી પહોંચાડવામાં વ્યસ્ત.
26. સમૃદ્ધિ કાર્યક્રમ ની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
27. CET NMMS CGMS PSE વગેરે પરીક્ષા ફોર્મ ની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
28. નેશનમ સ્પોર્ટ્સ ડે ની ઊજવણી કરવામાં વ્યસ્ત.
29. SMC ની મિટિંગ એજન્ડા ફોટા ભાવ પત્રક વગેરે નિભાવમાં વ્યસ્ત.
30. વિદ્યાંજલી પોર્ટલ માં એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
31. વિશ્વ સિંહ દિન ઉજવણી કરવામાં વ્યસ્ત.
32. સંસ્કૃત સપ્તાહ ઉજવણી માં વ્યસ્ત.
33. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ઉજવણી તૈયારી માં વ્યસ્ત.
34. SBI, ICICI, BOB, SMC EDUCATION PRINCIPAL વગેરે ખાતા ખોલવી રેકર્ડ નિભાવવામાં વ્યસ્ત.
35. ઇન્સ્પાયર એવોર્ડ રજીસ્ટ્રેશન માં વ્યસ્ત.
36. વિદ્યાર્થીની ઈ કેવાયસી કામગીરી કરવામાં વ્યસ્ત.
37. શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવા સંદર્ભે આયોજનમાં વ્યસ્ત.
38. નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ માં વ્યસ્ત.
39. પૂર્ણ યોજના તેમજ વિવિધ યોજના અંતર્ગત પુનઃ પ્રવેશ કરવામા વ્યત.
40. શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં વ્યસ્ત.
41. શાળાએ ન આવતા બાળકોના વાલી સંપર્ક કરવા માં વ્યસ્ત.
42. શાળા બહારના બાળકોને પુનઃ પ્રવેશ આપવા સંદર્ભે વાલીઓને કન્વિન્સ કરાવવામાં વ્યસ્ત.
43. SIC સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કામગીરીમાં વ્યસ્ત.
44. યોગ દિવસની ઉજવણીમાં વ્યસ્ત.
45. વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સમાજની સહભાગીતા વધારવા માટે મીટીંગ તેમજ વાલીઓને કન્વીન્સ કરવામાં વ્યસ્ત.
46. હર હર તિરંગા કાર્યક્રમમાં વ્યસ્ત.
47. ઈકો ક્લબ પ્રવૃત્તિમાં વ્યસ્ત.
48. સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માં વ્યસ્ત.
49. ઈ ખેલ પાઠશાલા ખેલો ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરવામાં વ્યસ્ત.
50. કર્મયોગી બોટલ પર એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
51. એસ એ એસ પોર્ટલ પર બિલ બનાવવામાં વ્યસ્ત.
52. બેસ્લાઈન એસેમેન્ટ કરવામાં વ્યસ્ત.
52. સક્ષમ શાળા એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
53. વિવિધ VC તેમજ લાઇવ ટેલિકાસ્ટ નિહાળવામાં વ્યસ્ત.
54. મધ્યાન ભોજન ની ઓનલાઇન ડેટા એન્ટ્રી તેમજ રજીસ્ટર નિભાવમાં વ્યસ્ત.
55. શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન કામગીરીમાં વ્યસ્ત
56. ચાલુ ક્લાસ માં મોબાઈલ લઈ ને બેસી રહેવું પણ