Notification texts go here Contact Us Buy Now!
المشاركات

ભાવનગર એસટી ડિવિઝન ના ભાવનગર ડેપો મેનેજર તેમજ ટી.આઈ એટીઆઈ દ્વારા કમૅચારીઓ ને ફિક્સ લાઈનમાં ચલાવવા માટે નો ભ્રષ્ટાચાર

તાજેતરમાં ભાવનગર એસટી વર્કશોપ ખાતેથી પકડાયેલ દારૂ માં જેટલા કર્મચારીઓ  તેમને ફિક્સ ચલાવવા માટે ભાવનગર ડેપો મેનેજર તેમજ એટીઆઈ ટી.આઈ આ કમૅચારીઓ ને ફિક્સ ચલાવવા માટે મોટા હપ્તા લેવામાં આવતા હતા જેની અંદરખાને તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે ડેપો મેનેજર ટી આઈ એટીઆઈ મળીને દીવ ચાલતા કમૅચારીઓ પાસે થી  મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી તેમજ વડોદરા પાટે ચાલતા કમૅચારીઓ પણ તેઓ દ્વારા મોટી રકમ અપાતી હતી  અને ભાવનગર ડેપો મેનેજર નો ફોન નંબર બંધ કરી દેવામાં આવ્યો છે તો ડેપો મેનેજર તેમજ એટીઆઈ ટી આઈ મળીને મોટું ષડયંત્ર પકડાય તેમ છે  ચલાવવામાં આવતું હતું રોજના ₹50,000 નો રોજનો દારૂ નો ધંધો આ બધા કર્મચારીઓ ભેગા મળીને કરતા હતા મધ્યસ્થ કચેરી દ્વારા આવા પદભ્રષ્ટ અધિકારીઓ સામે ક્યારે પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું
વિદેશી દારૂ તેમજ બિયરના મળી આવેલા જથ્થામાં આઠ કર્મીઓ વિરૂદ્ધ રાવ
સાત કર્મી.ઓની ધરપકડ બાદ અમુક ઉચ્ચ અધિકારીઓના પણ નામ ખુલવાની સંભાવના
ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલા ભાવનગર એસ.ટી. વર્કશોપમાંથી નિલમબાગ પોલીસે બાતમી આધારે વિદેશી દારૂનો રૂા. 1.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતો અને 
 સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી હતી. જેના આધારે - પોલીસે સાત ડ્રાઇવર-કંડક્ટરના નામ જોગ પોલીસ ફરિયાદ નોંધી ફરાર થયેલા સાત એસ.ટી.ના કર્મચારીની શોધખોળ શરૂ કરાઈ છે. હજુ ગત માસમાં જ એસ.ટી. વર્કશોપમાં થયેલા ઇન્સપેક્શનમાં તમામ ચકાસણી કરવામાં આવી હતી જે ઈન્સપેક્શનમાં જથ્થો એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓને હાથે કેમ ના લાગ્યો તે પ્રશ્ન લોકો ના મુખે ચર્ચાઇ રહ્યો છે ભાવનગર એસ.ટી. વર્કશોપમાં
મા વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો અમુક બસના ડ્રાઈવર તેમજ કંડક્ટરો દ્વારા વેચાણ માટે લાવ્યા હોવાની નિલમબાગ પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડયા હતા. અને એસ.ટી. વર્કશોપમાંથી એક સો બોટલ કરતા વધુ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો કિ.રૂા. 1.42,750નો મુદ્દામાલ મળી આવતા હાજર રહેલા 
 સીક્યુરીટી ગાર્ડ હિરાભાઈ ઉર્ફે કિશન બચુભાઈ ગોહેલની ધરપકડ કરી હતી અને કિશને જણાવ્યા મુજબ પોલીસે બરોડા રૂટના ડ્રાઇવર વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભાઈ અર્જુનસિંહ વાઘેલા, મિતુલ એચ. ખેરડિયા, દિવના ગોહિલ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, અજીતસિંહ જાડેજા, હિરેન્દ્રસિંહ નટવરસિંહ પઢીયાર, રમેશ મેઘજીભાઈ અંજારા વિરૂદ્ધ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરાઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે, સાત કર્મચારીઓની ધરપકડ બાદ અમુક ઉચ્ચ અધિકારીઓના પણ નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે. સાતેય આરોપીઓ દિવ તેમજ અન્ય સ્થળોએથી વિદેશી દારૂ તેમજ બિયર લાવી એસ.ટી. વર્કશોપ માં રાખવા મા આવતો હતો સિક્યુરીટી ગાર્ડ હિરાભાઇ 
ઇન્સપેક્શન અંગે વિભાગીય નિયામકને ખબર નથી
ભાવનગર એસ.ટી. ડિવીઝનના આઠ ડેપો સહિત તમામ વિભાગોમાં - રૂટીન ઈન્સપેક્શન યોજવામાં આવતું હોય છે. જેમાં નાનામાં નાની 1 વિગતો ચકાસવામાં આવે છે અને સાફ સફાઈ સહિત તેમજ વિભાગોની 1 ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામકના ઇન્ચાર્જ આર.ડી. પીલવાઇકરને પૂછતાં ભાવનગર એસ.ટી. વર્કશોપનું ઇન્સપેક્શન ક્યારે થયું તે ખબર ન હોવાનું જણાવ્યું હતું.
ઊંડી તપાસમાં દિવ રૂટની અમુક બસોમાં ચોરખાના મળવાની શક્યતા
નિલમબાગ પોલીસ દ્વારા જો એસ.ટી.ના બુટલેગર કર્મચારીઓની ઊંડાણપૂર્વક તપાસ તેમજ દિવ તેમજ અન્ય રૂટોની અમુક બસોનું પોલીસ
દ્વારા ચેકીંગ કરવામાં આવે તો કેટલીક બસોમાં ચોર ખાના પણ મળવાની શક્યતાઓ રહેલી છે અને તેમાં મિકેનીકના અધિકારીઓની રહેમરાહ વગર ચાલીસ કે નહીં આ જોતાં ભાવનગર ડેપો મેનેજર સુથાર સાહેબ તેમજ ટી આઈ એટીઆઈ દ્વારા સિધ્ધા મોટા હપ્તા
 લેવાયા હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.