Notification texts go here Contact Us Buy Now!
المشاركات

એસ ટી ગઢડા ડેપો ને મળી નવી બસો નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચર તેમજ અગ્રણીઓના વરદ હસ્તે ગઢડા ડેપોને બે નવી બસોનું લોકાર્પણ કરાયું



આજ તા. ૨૩-૧૨-૨૦૨૫ ના રોજ ગઢડા શહેર માટે આનંદની બાબત બની હતી. ગઢડા એસટી ડેપો ખાતે ગઢડા-ભુજ રૂટ પર દોડવા માટે બે નવી ગુર્જર વાહનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમ ગઢડા નગરપાલિકા ના પ્રમુખ કિશોરભાઈ ખાચર તેમજ ભાજપના અન્ય આગેવાનોના વરદ હસ્તે યોજાયો હતો. નવી બસોમાં ગુર્જર વાહન નંબર GJ-18 ZT-3249 તેમજ GJ-18 ZT-3198 નો સમાવેશ થાય છે, જે મુસાફરોને વધુ સુખાકારી અને સુરક્ષિત મુસાફરીની
સુવિધા આપશે. કાર્યક્રમમાં ભાજપ અગ્રણી ઓ ડેપો
મૅનેજર એમ.કે. રાઠોડ,  સહિત માન્ય ત્રણેય યુનિયનના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત ડ્રાઈવર, કન્ડકટર તેમજ મિકેનિક સ્ટાફની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે પ્રમુખ કિશોરભાઈ ખાચરે જણાવ્યું
હતું કે ગઢડા-ભુજ રૂટ પર નવી બસો શરૂ થવાથી મુસાફરોને આરામદાયક મુસાફરી મળશે તેમજ એસટી વિભાગની સેવા વધુ મજબૂત બનશે. નવી બસોના ઉમેરાથી ગઢડા ડેપોની પરિવહન ક્ષમતા વધશે અને જાહેર પરિવહનને પ્રોત્સાહન મળશે, જે સમગ્ર વિસ્તારના વિકાસ માટે લાભદાયી સાબિત થશે.પરતુ આ ડેપો મેનેજર ધણા રોગોથી પીડાતા હોય અને એસ ટી નું સંચાલન કરી ન  શકતા હોય તેવું લાગી રહ્યું છે ડેપો મેનેજર કોઈ પણ ટ્રાઇવર કે કંડકટર જો રસ્તામાં હેરાન થતા હોય તો પણ એનો ફોન ઉપાડતા નથી સ્વચ્છતા મા ગઢડા ડેપો છેલ્લા નંબર આવે છે સરકાર શ્રી ભલે ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગમે તેટલો ખર્ચ કરે પરંતુ આ જાડી ચામડીના અધિકારી ને કોઈ જાતનો ફરક પડતો નથી 

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.