Notification texts go here Contact Us Buy Now!
Posts

આંતરરાજ્ય એસટી બસોના ડ્રાઈવર-કંડક્ટરની બદલી કરો એસટીમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા નિવૃત્ત એસટી ટ્રાફિક કંટ્રોલરનું સૂચન





તાજેતરમાં એસટી બસમાં દારૂની હેરાફેરી અને એસટી કર્મચારી દારૂ સાથે ઝડપાયાના બનાવો વધી રહ્યા છે ત્યારે એસટીમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આંતર રાજ્ય રૂટમાં ચાલતી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની બદલી કરી અન્ય રૂટમાં મૂકવા નિવૃત્ત એસટી કંટ્રોલર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
એસટીના નિવૃત્ત ટી.સી કુરજીભાઈ હરખાણી જણાવે છે કે, એસટી વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી ગેરરીતી, ભ્રષ્ટાચાર અટકાવી શકે તેવા એમ.ડીની નિમણૂક કરવી જોઈએ. એસટીના ૧૬ વિભાગોને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે અનલીગલી મજુર કાયદાના પરિપત્રો મુજબ
વહીવટી કામગીરી થતી નથી. ગુજરાત એસટી નિગમમાં આંતર રાજ્યની બસોમાં દારૂની હેરાફેરી  થાય છે. તાજેતરમાં ભાવનગર ડેપોના વર્કશોપ સ્ટાફ રૂમમાં વિદેશી દારૂ સાથે એસટી કર્મચારી ઝડપાયો છે. જે ઘટનામાં સ્થાનિક અધિકારી અજાણ હોય તેવું ન બને. ખરું ?? સ્થાનિક અધિકારીને મહિને હપ્તા મળતા હોય છે. જેથી એસટી બસમાં દારૂની હેરાફેરી અટકાવવા આંતર રાજ્યમાં જતી બસો જેમાં દીવ, દમણ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે જ્યા દારૂની છૂટ છે. તેવા એસટી બસના રૂટમાં વર્ષોથી ફીકસ લાઈનના ડ્રાઈવર અને કંડક્ટરોની બદલી કરી અન્ય રૂટમાં ખસેડવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.