આજરોજ તા.21/6/2026 ના એસ.ટી.મજદૂર સંઘ ભાવનગર પ્રમુખ શ્રી દિલજીતસિંહ જાડેજા ની અધ્યક્ષ તામા સ્થાનિક ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ ની વિશેષ ઉપસ્થિતિ મા મહુવા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મહુવડેપો કર્મચારી મંડળ ના 96/કે/3 આગેવાન ધર્મેશભાઈ (રાજુભાઈ)પરમાર એસ.ટી.મજદૂરસંઘ ની નીતિરીતિ અને વિચારધારા થી પ્રભાવિત થઈ આપણા સંગઠન સાથે જોડાયેલ જેઓ ના સન્માન મા મહુવા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કર્મચારી મંડળ ને અલવિદા કહી 78 કરતા પણ વધુ કાર્યકર્તા ઓ એક સાથે એસ.ટી.મજદૂર. સંઘ મા જોડાઈ મહુવા ડેપો મંડળના સૂપડા સાફ થયેલ છે.સપૂર્ણ મહુવા ડેપો હાલ કેસરીયો ધ્વજ ફરકી રહ્યો છે.આ કાર્યક્રમ નું સંચાલન મહામંત્રી શ્રી વિક્રમ સિહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ તેમજ મહાસંઘ ઉપાધ્યક્ષ દિલીપભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ મા વિભાગ ટીમ કાર્યકારી પ્રમુખ દિલીપભાઈ શિયાળ એડિશનલ જી.એસ.અર્જુનસિહ ચુડાસમા સંગઠન મંત્રી શ્રી મેહુલભાઈ ચોહાણ સહ કોષાધ્યક્ષ રાજુભાઈ બેલીમ વી.કચેરી 96//કે/3 આગેવાન રાજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર ડેપો આગેવાન સંજયભાઈ લશ્કરી તળાજા ડેપો આગેવાન પ્રવીણભાઈ વાસિયા ,હરપાલસિંહ ગોહિલ મહુવા ખાતે ખાસ હાજર રહેલ.તેમજ મંડળ માથી હોદા ઓ છોડી ને મજદૂરસંઘ મા જોડાયા હતા
المشاركات
